સહદેવભાઈએ પપ્પા ના અવસાન પછી આપેલા જનરલ પાવર ઓફ એટર્ની નો દુરોપયોગ કરી મમ્મી અને અજીતભાઈ નું નામ ધંધુકા ના મકાન માંથી કાઢી ફક્ત પોતાના નામે કરી દીધેલ અને સોસાયટી ના ચેરમેન ને પત્ર લખી જણાવ્યું કે હવે પછી જયારે તે હયાત ના હોય ત્યારે ફક્ત એ ઘર પોતાના ધર્મપત્ની ના નામે જ કરવું, જે વાત નો સ્વીકાર સહદેવભાઈ એ છેલ્લે થયેલ મીટીંગો માં કરેલ છે એ રીતે કે જે તે વખતે એ ફક્ત એ પત્ર જ લખેલ પણ ઘર ક્યારેય પોતાના નામે કરેલ નથી, જેથી નીચે ડોક્યુમેન્ટ્સ મુક્યા જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે ૧૯૯૩-૯૪ માં ફક્ત સહદેવભાઈ નું નામ નગર પંચાયત ની પાવતી અને ઈન્ડેક્સ-૨ ની કોપી માં છે જયારે મમ્મી અને અજીતભાઈ ના નામો નથી.
નોંધ: ૧૯૯૩-૧૯૯૪ માં અજીતભાઈને વકીલ રાખી ન્યૂઝ પેપર માં જાહેરાત આપી આ જનરલ પાવર ઓફ એટર્ની ને કેન્સેલ કરવા મજબુર થવું પડ્યું હતું.
તારાબેન ની આગેવાનીમાં પાંચેય ભાઈ-બહેનો અને બા ની સાક્ષીમાં ૩ થી ૪ વાર ઘરમેળે સમજૂતી થઇ ગઈ હોવા છતાં સહદેવભાઈ એ કોઈ ને જણાવ્યા વગર ત્રણેય બહેનો અને અજીતભાઈ ની વિરુદ્ધ નીચે મુજબ ના ખોટા કેસ કરેલ છે; તમારી અનુકૂળતાએ નીચેની બંને કેસ વાંચી શક્ય હોય તો રૂબરૂ નહિ તો ફોન પર અવશ્ય વાત કરશો.